પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે ક્રિસમસ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા નવવર્ષ દરમિયાન યાત્રીઓની વધતી માંગને જોતાં તેમની સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોની વિગતો આ પ્રમાણે છે :
December 12, 2025
National
·ટ્રેન નંબર 04061/4062 સાબરમતી-દિલ્લી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ (8 ફેરા)ટ્રેન નંબર 04061 સાબરમતી-દિલ્લી સરાય રોહિલ્લા સ્પેશિયલ 22, 25, 28 અને 31 ડિસેમ્બર 2025 ના રોજ સાબરમતીથી સવારે 05.15 કલાકે ઉપડશે તથા એ જ દિવસે રાત્રે 23.30 કલાકે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 04062 દિલ્લી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 21, 24, 27 અને 30 ડિસેમ્બર 2025 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લાથી 08.10 કલાકે ઉપડીને બીજા દિવસે 00.30 કલાકે સાબરમતી પહોંચશે.માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન પાલનપુર, આબૂરોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી I-ટિયર, એસી 2-ટિયર અને એસી 3-ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે.ટ્રેન નંબર 04061 નું બુકિંગ 14 ડિસેમ્બર 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.*********
Sponsored
Mobile Ad